મોરબી : સ્કીલ કોમ્પીટીશન કૌશલ્યોત્સવ વર્ષ 2024-25 વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત મોરબી ખાતે વિવિધ સ્કીલ કોમ્પીટીશનનું આયોજન 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં જિલ્લાની તમામ વોકેશનલ શાળાઓના ધોરણ 9 થી 12માં વોકેશનલ એજ્યુકેશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ કૌશલ્યોત્સવનું આયોજન કરેલ જેમાંથી વિજેતા થયેલા વિધાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સમગ્ર શિક્ષા દ્વારા તા.18/01/2025 ના રોજ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કીલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 શાળાની 17 કૃતિઓ તેમજ 60 બાળકો અને 16 વોકેશનલ ટ્રેનર ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં મોડેલ સ્કૂલ હળવદ અપેરલ ટ્રેડમાં વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ દ્વારા પ્રથમ નંબર, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી બ્યૂટી એન્ડ વેલનેશ ટ્રેડમાં મોડેલ તથા લાઈવ ડેમો દ્વારા બીજો નંબર તેમજ માધ્યમિક શાળા જૂના દેવળીયા રીટેઈલ ટ્રેડ અંતર્ગત વેન્ડિંગ મશિનના મોડેલ સાથે ત્રીજો નંબર મેળવ્યો હતો.આ તમામ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ.મોતાના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા સમગ્ર શિક્ષાની ટીમએ ભારે જહેમત ઉઠાવી હતી.