મોરબી : મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨થી આજ દિવસ સુધી પીવાનું પાણી ન મળવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને કાંતિલાલ બાવરવા દ્વારા રજુઆત કરવામાં આવી છે.જેમાં જણાવાયુ છે કે મોરબીમાં શનાળા રોડ ઉપર છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈ તરફથી રજૂઆત મળેલ છે. કે તેઓ કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણી માટેનું નળ કનેક્શન ધરાવે છે. તેઓની રજૂઆત મુજબ તેઓ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર આ બાબતે રજુઆતો કરેલ હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી. ભારતના નાગરિક તરીકે મળેલ માનવ અધિકારની રુએ તેઓને પીવાનું પાણી મળવું તે તેઓનો અધિકાર છે. જેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.