મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં ગટરના પાણી ઉભરાતા ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. અહીંના દુકાનદારો અને મુસાફરોને આ ગંદકીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એસટી તંત્ર અને મહાપાલિકા આ પ્રશ્ન દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.