બાંધકામ અંગેની મંજૂરીની સતા સામાન્ય સભાને બદલે પોતાની પાસે રાખતા પગલાં લેવાયામોરબી : મોરબીના ઘુંટુ ગામના સરપંચ જયાબેન પરેચાને જિલ્લા વિકાસ અધિકારીએ બાંધકામ મંજૂરીમાં ગેરરીતિ બદલ હોદા ઉપરથી દૂર કરી દીધા છે. હવે સરપંચ આ હુકમ સામે 30 દિવસમાં અપીલ કરી શકે છે.ડીડીઓના જણાવ્યા અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪(૧) મુજબ બાંધકામ માટે પંચાયતની પુર્વમંજુરી મેળવવાની હોય છે જ્યારે ઘુટ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચાએ ઘુંટુ ગ્રા.પં.ની તા.૦૭/૦૨/૨૦૨૪ની સામાન્ય સભાના ઠરાવ નં.૦૪ થ બાંધકામની મંજુરીની સતા સરપંચએ પોતાની પાસે રાખેલ છે. જે પંચાયત ધારાની જોગવાઈ વિરુધ્ધ છે. જેથી જયાબેન દેવજીભાઈ પરેચાને સરપંચ પદેથી ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવે છે. આ હુકમથી જો સરપંચ નારાજ હોય તો દિન-30માં રાજ્ય સરકારને અપીલ કરી શકશે.