મોરબી : મોરબીના રાજપર - શનાળા રોડ ઉપર એક કાર ચાલકે બે બાઈક ચાલકોને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા - રાજપર રોડ ઉપર આવેલ રામાપીર મંદિર પાસે જીજે - 03 - ડીએન - 6613 નંબરની કારના ચાલકે ગત તા.13ના રોજ પોતાની કાર હડફેટે બે બાઈક ચાલકોને લેતા બાઈક ચાલક મહેશભાઈ તેમજ ચેતનભાઈને ઇજાઓ પહોંચવાની સાથે બાઇકમાં બેઠેલા રજનીકાંતભાઈ અને તીર્થંભાઈને હાથે, પગે, કરોડરજ્જુ સહિતના ભાગે ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવ અંગે મહેશભાઈના પિતા માવજીભાઈ કેશુભાઈ પરમાર રહે.થોરાળા તા.મોરબી વાળાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.