મોરબી : મોરબી નજીક બેલા રોડ ઉપર આજે બપોરના અરસામાં એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે ટ્રાફિક પણ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક બેલા રોડ ઉપર આજે બપોરે 3:45 વાગ્યાના અરસામાં સ્ટારકો સિરામિકના ગેટ પાસે એક ડમ્પરે સ્વીફ્ટ કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઇજા ન પહોંચી ન હતી પણ કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.