મોરબી : મોરબી હરિદ્વાર ભાગીરથી ધામ કૃષ્ણયાન દેશી ગૌ રક્ષા શાળાથી પધારેલા ગુરુદેવ મહારાજનો આજે શનિવારે સાંજે મોરબીમાં વિશેષ સત્સંગ કાર્યક્રમ યોજાશે.હરિદ્વાર ભાગીરથી ધામ શ્રી કૃષ્ણયાન દેશી ગૌ રક્ષા શાળાના ગુરુદેવ મહારાજ ખાસ મોરબી પધાર્યા છે. ત્યારે આજે તારીખ 18 જાન્યુઆરી ને શનિવારના રોજ સાંજે 7-30 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલના બીજા માળે તેમના વિશેષ સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્સંગનો લાભ લેવા અને ગુરુદેવ મહારાજના આશીર્વચનનો લ્હાવો લેવા મોરબીના સૌ ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવાયું છે.મહત્વનું છે કે, ગુરુદેવ મહારાજની દેખરેખ હેઠળ હરિદ્વાર પાસે શ્રી કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા કાર્યરત છે. જ્યાં મોટી સંખ્યામાં ગૌવંશની સારસંભાળ રાખવામાં આવી રહી છે.