મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 18 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 965 ક્વિન્ટલ એટલે કે 4825 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1510 સુધી બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 70 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 678, તલના 2100, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1092 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4250, સોયાબીનના 770, મગના 1218, અડદના 1606, ચણાના 1197 અને ગુવાર બીના 900 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 300 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.