મોરબી : મોરબી - માળિયા મી. વિસ્તારમાં વસતા રામાનંદીય સાધુ દ્વારા આગામી તા. ૨૧ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી મોરબી રામાનંદ ભવન રામઘાટ ખાતે કરવામાં આવશે. સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી, ૧૨.૦૦ કલાકે મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રા સરકારની ગાઇડલાઈન મુજબ યોજાશે. તેમ મોરબી માળિયા મી. રામાનંદીય સાધુ સમાજના પ્રમુખ યાદીમાં જાણવામાં આવ્યું છે.