ટંકારાની ધારે આવેલા હજરત ગૈબનશાહપીર ખાતે શાનદાર આયોજનટંકારા : આગામી તારીખ 25 જાન્યુઆરી ને શનિવારના રોજ ઉર્ષ મુબારક નિમિત્તે ટંકારાની ધારે આવેલા હજરત ગૈબનશાહપીર ખાતે કવ્વાલીનો પ્રોગ્રામ યોજાશે અને સાથે સાથે ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઉર્ષ મુબારક નિમિત્તે 25 જાન્યુઆરીએ ફઝરની નમાઝ બાદ સંદલ શરીફનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે 6 થી 9 આમ ન્યાજ યોજાશે. રાત્રે 10 કલાકે કવ્વાલીનો પ્રોગ્રામ યોજાશે. જેમાં મશહુર કવ્વાલ જુનેદ સુલતાની કવ્વાલી રજૂ કરશે. કાર્યક્રમમાં કલારીયાશરીફ વાળા સૈયદ હબીબમિંયા જીલાનીમિંયા કાદરી શીરાજી ગાદીનશીન થશે. સાંજે 5 થી 8 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં જાણીતા તબીબો ડો. વસીમ માસકપુત્રા, ડો. જલ્પેશ વાઘેલા, ડો. અનવર સિપાઈ, ડો. હિરેન અકોલા, ડો. પ્રિયાંક શેઠ અને ડો. નિલેષ ભીમાણી સેવા આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ઈબ્રાહીમભાઈ ઈશાભાઈ અબરાણી, આમદભાઈ નુરાભાઈ માડકીયા, જુસબભાઈ નુરમામદભાઈ માંડવીયા, સલીમભાઈ હાસમભાઈ અબરાણી અને એડ્વોકેટ શીરાઝભાઈ અબરાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં તમામ હિંદુ તથા મુસ્લીમ સમાજને જાહેર આમંત્રણ પાઠવાયું છે.