પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરી, વિદાય સમારોહમાં ડીવાયએસપીએ પણ આપી હાજરીમોરબી : મોરબી એ ડિવિઝન પીઆઇ હુકુમતસિંહ જાડેજાની વાંકાનેર ખાતે બદલી થતા તેઓને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પી.એ.ઝાલાએ પણ હાજરી આપી તેઓને શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત પોલીસ જવાનોએ તેમના ઉપર પુષ્પવર્ષા કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓની વાંકાનેર સિટીમાં બદલી થઈ છે. ગઈકાલે આયોજિત વિદાયમાન સમારોહમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ તેઓની સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે વ્યજંકવાદ, દારૂ, જુગાર, લવ જેહાદ, રોમિયોગીરી સહિતના વિષયમાં સારી એવી કામગીરી કરી શહેરમાં ગુન્હાખોરીને ડામી શાંતિ સ્થાપવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો.