કરિયાવરમાં 101 આઇટમો આપીને દીકરીઓને ધામધૂમથી સાસરે વળાવાશે : મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશેહળવદ : હળવદમાં આગામી રવિવારના રોજ સતવારા સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં 17 યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે. આ વેળાએ તમામ દીકરીઓને 101 આઇટમો કરિયાવરમાં આપીને ધામધૂમથી વળાવવામાં આવશે. સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ તથા ગ્રામ્ય મંડળ દ્વારા તા.19ને રવિવારે પરમેશ્વર પાર્ટી પ્લોટ, મોરબી ચોકડી પાસે, કર હળવદ-માળીયા હાઈવે, હળવદ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ સ્થાપન તા.18ને શનિવારે બપોરે 2 કલાકે મુખ્ય યજમાનના હસ્તે થશે. જાન આગમન તા.19ને રવિવારે સવારે 7 કલાકે પરમેશ્વર પાર્ટી પ્લોટ ખાતે થશે. સામૈયું સવારે 8:15 કલાકે યોજાશે. હસ્ત મેળાપ 10:31 કલાકે, આશીર્વચન બપોરે 12:30 કલાકે અને ભોજન સમારોહ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. ત્યારબાદ કન્યા વિદાય બપોરે 2:20 કલાકે યોજાશે. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપશે.