કંપની દ્વારા ટાઉન હોલ - 2025 કાર્યક્રમમાં કર્મચારીઓની મહેનત, સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવાઈમોરબી : સિઝરસ્ટોન એન્ડ લીઓલી સિરામિકા પ્રા.લી. દ્વારા તાજેતરમાં ટાઉન હોલ 2025 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓની મહેનત, સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવૃત્તિઓ જેવી કે 69 કર્મચારીઓને સિલ્વર સિક્કા એવોર્ડ વિતરણ સાથે 5 વર્ષ પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 ડિપાર્ટમેન્ટને ટ્રોફીઓ વિતરણ, ટીમ-બિલ્ડિંગ એક્સરસાઇઝ, જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રેરણાદાયક ભાષણો, મનોરંજન અને તમામ કર્મચારીઓ માટે ભોજન જેવી વિશિષ્ટ પ્રવૃતિઓ યોજાઈ હતી. આ વેળાએ વાઇસ પ્રેસિડેન્ટ જોસ લુઈસ રેમોન, પ્લાન્ટ ડિરેકટર એલેસેન્ડ્રો લુકારનો, સીએફઓ વિપુલ કોઠારી, સિનિયર વીપી સેલ્સ દિપક અગ્રવાલ, સેલ્સ ડિરેકટર એફરોઝ ખાન, એચઆર મેનેજર રાજપાલસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.