હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ખાતે સ્વ. રાહુલભાઈ આહીર અને સ્વ. મિતલબેન આહીરની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે 15 જાન્યુઆરીના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 110 બોટલ રક્તદાન કરીને સમાજને અને ગામડાના લોકોને પ્રેરણા આપી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ઋત્વિકભાઈ, પ્રવીણભાઈ, જયદીપભાઇ, મુન્નાભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી. તેમજ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, આહિર સમાજ, રક્ત દાતાઓ, અજીતગઢ તેમજ આસપાસના ગામના યુવાનોનો આભાર માન્યો હતો.