ટંકારા : ટંકારા તાલુકામાં આવેલા હડમતીયા ગામે સમસ્ત કામરીયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિધાર્થી સન્માન સમારોહ, ગવર્મેન્ટ ઓફિસર સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કામરીયા પરીવારનું ગૌરવ એવા કે.ટી. કામરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.