મોરબી : તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 'CEIR' પોર્ટલના ઉપયોગથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રૂ. ૫,૦૨,૩૬૨ની કિમતના ૨૭ ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકમાં માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજાના સુપરવિઝન અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને મોરબી સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ રાજદીપસિંહ રાણાએ 'CEIR પોર્ટલનો ઉપયોગ કરી 'CEIR'મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૨૭ મોબાઇલ કી.રૂ. પ,૦૨,૩૬૨ શોધી પબ્લીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ છે.આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પો.સબ.ઇન્સ એ.વી.પાતળીયા, એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા, પો.હેડ.કોન્સ કિશોરભાઈ મિયાત્રા, પો.કોન્સ હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, અરજણભાઇ ગરીયા તથા મહીલા પો.કોન્સ મોનાબેન રાઠોડ રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે