મોરબી : ધૂળકોટમાં વાનરવીર હનુમાનજી આશ્રમે આવતીકાલે તા.17ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે પૂ. બજરંગદાસ બાપાની 48મી તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હસમુખગીરી ગૌસ્વામી અને રઘુવીરસિંહ ઝાલા ધૂન-ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.