મોરબી : મોરબીની વીસી ફાટકે આજે સાંજના અરસામાં રેલવે ટ્રેક ઉપર ગાયો આવી ગઈ હોવાથી ટ્રેન થોભાવી દેવામાં આવી હતી. ફાટક બંધ કરવાની ફરજ ઉપર રહેલા કર્મચારીઓએ આ ગાયો તાત્કાલિક ત્યાથી હટાવવાની કામગીરી કરી હતી. https://youtube.com/shorts/oMTFahhau0w?si=qyhU3p4G9h1d8q5Oઉલ્લેખનીય છે કે ગત રવિવારના રોજ પણ આવો જ બનાવ બન્યો હતો. ત્યારે પણ ગાયો વચ્ચે આવતા ટ્રેનને ઇમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. જેના કારણે થોડો સમય માટે ફાટક બંધ રહેતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.