વાંકાનેરમાં ડેપો મેનેજરની નિમણૂક કરવા રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘની રજૂઆતવાંકાનેર : રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેર ડેપો ખાતે ડેપો મેનેજરની નિમણૂક કરવા વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી વાંકાનેર ડેપો ખાતે ડેપો મેનેજરની જગ્યા ખાલી છે. જેના કારણે વાંકાનેર ડેપોના કર્મચારીઓને નાની મોટી રજૂઆત કરવી હોય તો થઈ શકતી નથી. સાથે સાથે સંગઠન કક્ષાએ પણ વાંકાનેર ડેપોમાં કોઈપણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. તો આ બાબતે ડિવિઝન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજનો ચાર્જ કોઈપણને સોંપવામાં આવે અથવા કાયમી ડેપો મેનેજરની નિમણૂક કરવામાં આવે.