ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરીહળવદ : તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાગાયત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હળવદ-ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને હળવદમાં પણ બાગાયત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા જણાવ્યું છે.ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હળવદ ખાતે આવેલા ફ્રુટ માર્કેટમાં સિઝનમાં રોજ આશરે 400થી 500 ટન જેટલા દાડમનું વેચાણ/નિકાસ કરવામાં આવ છે. રોજ બે-ત્રણ ગાડી લીંબુ ભરીને દિલ્હી ખાતે નિકાસ કરવામાં આવે છે. જો હળવદમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવે તો ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે. ઉપરાંત આ સેન્ટરના લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે. ખેડૂતો આ સેન્ટરોની મદદથી આધુનિક ખેતી પદ્ધતિથી બાગાયતી પાકોનું વાવેતર કરી વધુ પાક મેળવી શકશે. તેથી હળવદ વિસ્તારમાં પણ બાગાયત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.