મોરબી : 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે મોરબીવાસીઓએ દાનનો ધોધ વહાવ્યો હતો. ગાયોના લાભાર્થે લોકોએ ખુલ્લા દિલે દાન આપ્યું હતું. જેમાં મોરબીના સો-ઓરડી વિસ્તારમાં વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના લાભાર્થે સ્ટોલ નાખવામાં આવ્યો હતો. આ સ્ટોલ પર સો-ઓરડી વિસ્તારમાંથી ગૌ આશ્રમને 73 હજારથી વધુ રૂપિયાનું દાન મળ્યું હતું. સ્થાનિક ગૌ ભક્તોએ મન મૂકીને દાન આપ્યું હતું.