મોરબી : ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 7મી માસ્ટક એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની જ્ઞાનજ્યોત વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ મોરીએ ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. સિલ્વર મેડલ જીતીને દિલીપસિંહ મોરીએ નેશનલ કક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. મહત્વનું છે કે, દિલીપસિંહ મોરીએ વર્ષ દરમિયાન જુદી જુદી સ્પર્ધામાં કુલ 7 મેડલ જીત્યા છે.