જિલ્લામાં 54 ટિમો ફરજ ઉપર રખાય હતી, 111 ફીડરોમાં ફોલ્ટ સર્જાયો હતો, તમામ ફોલ્ટ સેમ ડે જ દૂર કરી દેવાયામોરબી : મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ પીજીવીસીએલનો ટીમોએ સતત દોડધામ કરી હતી. જિલ્લામાં ગઈકાલે 586 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. આ તમામ ફરિયાદોનો પીજીવીસીએલની ટીમોએ જહેમત ઉઠાવીને નિકાલ કર્યો હતો. પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરીએથી અપાયેલી વિગતો અનુસાર મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિએ વીજ પુરવઠો શક્ય તેટલો વધુ સમય જળવાઈ રહે અને કોઈ અકસ્માત ન સર્જાઈ તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કુલ 54 ટિમ ફિલ્ડમાં મુકાઈ હતી. જેમાં 312 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત હતો. મોરબી શહેર-તાલુકા, માળિયા, હળવદ, વાંકાનેર, ટંકારા મળી કુલ 586 ફરિયાદો પીજીવીસીએલ તંત્રને મળી હતી. જે સેમ ડે જ સોલ્વ કરી નાખવામાં આવી હતી. કુલ 111 ફીડરમ ફોલ્ટ સર્જાયો હતો. આ ફોલ્ટ પીજીવીસીએલની ટીમોએ ઝડપી રીતે દૂર કર્યા હતા.