મોરબી : હાલ પોલીસ વિભાગમાં ભરતી માટે શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. જેમાં ઘણા યુવાનોને શ્વાસની તકલીફ, રનિંગ પૂરું ન થવું સહિતની મુશ્કેલી પડી રહી છે ત્યારે મોરબીમાં NSG કમાન્ડો રવિભાઈ ગોસાઈ દ્વારા ત્રણ દિવસીય ફ્રી ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.યુવાનોને પડતી તકલીફના સમાધાન માટે રવિભાઈ ગોસાઈ દ્વારા 16 જાન્યુઆરીથી ત્રણ દિવસીય ફ્રી ફિટનેસ કેમ્પનું આયોજન કરાયું છે. જેથી જે યુવક-યુવતીઓને શારીરિક કસોટી બાકી હોય તેઓને 16 જાન્યુઆરીએ મોરબીના એલઈ કોલેજ ગ્રાઉન્ડ કાતે સવારે 6-45 કલાકે હાજર રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે રવિભાઈ ગોસાઈ- મો.નં. 6291278744 અથવા બ્રિજરાજસિંહ પરમાર- મો.નં. 9879399315નો સંપર્ક કરવા જણાવાયું છે.