મોરબી : સંત શિરોમણી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17-1-2025 ને શુક્રવારના રોજ શ્રી વાનરવીર હનુમાનજી આશ્રમ મૂળ ધૂળકોટ ખાતે ભવ્ય સંતવાણી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 6 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 9 કલાકે સંતવાણી યોજાશે. આ દરમ્યાન આરાધક હરસુખગીરી ગોસ્વામી અને રઘુવીરસિંહ (હરિહર) દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારે આ દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ સંતવાણી અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી વાનરવીર હનુમાનજી આશ્રમના મહંત ધર્મદાસબાપુ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.