સતત ત્રીજા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુંહળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામે આહીર દંપતી સ્વ. રાહુલભાઈ પ્રવિણભાઇ આહીર અને સ્વ. મિતલબેન રાહુલભાઈ આહીરની પુણ્ય સ્મૃતિમાં સતત ત્રીજા વર્ષે અજીતગઢ મધ્યે આવેલા શ્રી શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 110 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. જે સંસ્કાર બ્લડ બેંક ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ.માં લેવામાં આવશે. આ સ્વૈચ્છિક રકતદાન કેમ્પને સફળ બનાવવા સ્વ. રાહુલભાઈ આહીરના મિત્ર વર્તુળ અને સ્નેહીજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.