મોરબી : મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે 10 દિવસ અને 4 દિવસની દ્વારકાના આંબા ભગતની વાડીમાં રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિર સંપન્ન થઈ છે. આજના સમયમાં તન, મનની તંદુરસ્તીની ખાસ જરૂરિયાત છે ત્યારે ઋષિ સંસ્કૃતિ અને ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય શિબિરનું આયોજન થયું હતું. જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય આહારની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા સરળ અને ઝડપી રીત છે. “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSYની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા પોતાનું જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે SSY શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે. ત્યારે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી ખાતે 10 દિવસની શિબિર અને 4 દિવસ પ્રકૃતિની ગોદમાં એમ 14 દિવસીય શિબિરમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે જ્ઞાન મેળવી, સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ,જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા 150 જેટલા સાધકો અને વોલિયન્ટર ભાઈઓ અને બહેનો SSYની શિબિરમાં જોડાયા હતા. મોરબી ખાતેની SSYની આ 93 મી શિબિરનું સમાપન દ્વારકા ખાતેની આંબા ભગતની વાડીએ થયું હતું. 10 દિવસ મોરબી 4 દિવસ દ્વારકા એમ 14 દિવસ દરમિયાન સાધકોએ ખુબજ આત્મીય ભાવથી શિબિરમાં જીડાઈને અદ્દભુત જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.