હળવદ : શ્રીજીનગર ગામ ખાતે આજથી બે દિવસ શ્રીજીનગર પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મા ઇલેવન, ટેક ઇલેવન, લક્ષ્મી ઇલેવન અને કેશરી લાયન્સ આ ચાર ટિમો વચ્ચે જંગ જામવાનો છે. બે દિવસ દરમિયાન ચારેય ટીમો વચ્ચે મેચ રમાશે. અંતિમ મેચ ફાઇનલ રમાશે. જેમાં વિજેતા ટીમને આકર્ષક ઇનામો આપી નવાઝવામાં આવશે.