મોરબી : મોરબીમાં માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત તારીખ 11-1-2025ના રોજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ભારે વાહનોના ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં રેડિયમ અને રિફલેક્ટર બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન કચેરીના મોટર વાહન નિરીક્ષક જે.કે.પ્રજાપતિ એ વાહન ચાલકો ને માર્ગ સલામતી બાબતે માહિતી આપી હતી. જેમાં માર્ગ પર વાહન બંધ પડે ત્યારે રિફ્લેક્ટરનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.