મોરબી : મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0માં સરકારી આદર્શ નિવાસી શાળાએ ડી.જે. દવેના નેતૃત્વ હેઠળ એથેલેટિકમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.જેમાં દોડ 400મીટરમાં ઘાટેલિયા કિશન,1500મીટરમાં ઝાડા વિજય, 3000મીટરમાં મગવાનીયા પ્રકાશ,1500 મીટરમાં ધોરિયા લાલા, ઉંચી કુદમાં મગવાનિયા વિપુલએ પ્રથમ નંબર હાંસલ કર્યો છે.યોગમાં પ્રથમ નંબર વાસાણી દિવ્યેશએ તથા કબ્બડીમાં તાલુકા કક્ષામાં બિજો નંબર પ્રાપ્ત કરેલ છે. રસ્સા ખેંચમાં અન્ડર 17માં પ્રથમ, ખો ખોમાં અન્ડર 17 અને ઓપન બંન્નેમાં બીજો નંબર શાળાની ટીમે મેળવ્યો છે. તાલુકામાં સારા પ્રદર્શન બદલ અને જિલ્લા કક્ષામા ઉતમ પ્રદર્શન કરે તે બદલ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડાભી દ્વારા વિદ્યાર્થિઓને અને આચાર્ય પી .જી.ઉકાણીએ વિદ્યાર્થિઓને અભિનંદન આપ્યા હતા.