મામલતદાર કચેરી 15થી 20 કિમિ જેટલી દૂર બનાવવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકીમોરબી : માળીયા મિયાણા શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમે મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી દૂર નહિ પણ માળીયા શહેરમાં જ બનાવવા જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયુ હતું કે અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી દુર 15થી 20 કિલોમીટરનાં અંતરે ગ્રામ્ય વિસ્તારમાં બનાવવા સ્થાનિક તંત્રમાં તાલ મેલ થઈ રહ્યો હતો. જેનાથી માળિયા શહેરની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવાકે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર,ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ , કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને દૂર-દૂર સુધીના ધકા ખાવા પડે.અગાઉ જે કંઈ સ્કુલ, આઇ.ટી.આઇ કેન્દ્ર અને અન્ય લોક સુખાકારીની સગવડો જે શહેરથી દૂર દૂર બનાવવામાં આવેલ છે.તેમ મામલતદાર કચેરીને સેન્ટરથી દુર લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરવા માટે પણ ફરજ પડશે. તેમ જણાવાયુ હતું.