મોરબી : ઉતરાયણ પર્વ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના બાળકોને પતંગ, ફીરકી, ચિકી અને શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ, મોરબી યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શકિતસિંહ, શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ મેઘરાજસિંહ, વિધાનસભા ઇન્ચાર્જ જયપાલસિંહ રાહુલભાઇ હુંબલ તથા અરુણભાઈ તેમજ યુવા ભાજપની ટીમ હજાર રહી હતી.