ક્રાઇમબ્રાન્ચે માળીયા મિયાણાના નવાગામમાં રહેણાંકમાંથી 1515 લીટર દેશી ઝડપી લીધોમોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલે મોરબીના રંગપર બેલામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવ્યા બાદ હવે સ્થાનિક પોલીસ પણ મેદાને આવી છે, મોરબી ક્રાઇમબ્રાન્ચે માળીયા મિયાણાના નવાગામમાં રહેણાંકમાં દરોડો પાડી 1515 લીટર દેશી દારૂ ઝડપી લઈ ટ્રેક્ટર - ટ્રોલી સહિત 8.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચે માળીયા મિયાણાના નવાગામ ખાતે દરોડો પાડી રહેણાંકમાંથી 1515 લીટર દેશી દારૂ સાથે આરોપી શબ્બીર મહમદહનીફ ઉર્ફ બાબો જેડા અને ઇરસાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે.રણછોડનગર, મોરબી વાળાને 1515 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3,03,000, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 15000 તેમજ ટ્રેકટર ટ્રોલી કિંમત રૂપિયા 5,50,000 મળી કુલ રૂપિયા 8,68,000 સાથે ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછપરછમા દેશી દારૂના આ ધંધામાં ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા, અવેશ સુભાનભાઈ કટિયા, મહમદ ઉર્ફે બાબો રયબભાઈ જેડા અને ઇમરાન રાયબભાઈ જેડા રહે.તમામ નવાગામ, માળીયા મિયાણા વાળાઓની સંડોવણી ખુલતા તમામને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.