માળિયા (મિયાણા) : માળિયા તાલુકાની ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધા આજ રોજ 13 જાન્યુઆરીએ સત્ય સાંઈ સ્કૂલ પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાઈ હતી. જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવીને મેદાન માર્યું છે.તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધાના અંડર 17 વય જૂથમાં કૈલા હેત ઊંચી કુદમાં પ્રથમ, ભોજવિયા ભરત 1500 મીટર દોડમાં પ્રથમ, પરસુંડા હિરેન 800 મીટર દોડમાં પ્રથમ અને 1500 મીટર દોડમાં બીજો, મેવાડા સુમિત લાંબી કૂદમાં બીજો તથા ઓપન એજ ગ્રુપમાં જસાપરા મિત 100 મીટર બીજો નંબર મેળવીને શાળા અને ખાખરેચી ગામનું ગૌરવ વધાર્યું છે. હવે આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમવા માટે જશે. શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ તેમજ તમામ સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.