આજે 13 જાન્યુઆરી : ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મદિવસ : 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી અવકાશમાં રહેલામોરબી : તા. 13 જાન્યુઆરી, 1949 ના રોજ ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ થયો હતો. તેમને સાત દિવસ અવકાશમાં વિતાવ્યા હતા. રાકેશ શર્મા અવકાશમાં જનારા 128મા માનવ અને પ્રથમ ભારતીય હતા. વર્ષ 1970માં શર્મા એરફોર્સમાં પાયલોટ તરીકે જોડાયા હતા. વર્ષ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેણે 21 વખત મિગ-21 ઉડાવ્યું હતું. રાકેશ શર્મા જ્યારે 25 વર્ષના હતા ત્યારે તેઓ એરફોર્સના સર્વશ્રેષ્ઠ પાઈલટ બન્યા હતા. વર્ષ 1982માં રાકેશ શર્માને બે ડઝનથી વધુ ફાઈટર પાઈલટ્સનું પરીક્ષણ કર્યા બાદ અવકાશ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના સિવાય રવીશ મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી અને બંનેને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. જો કે, રવીશ મલ્હોત્રા ત્યાં બેકઅપ તરીકે રહ્યા હતા._____________________________7 દિવસ, 21 કલાક અને 40 મિનિટ સુધી અવકાશમાં રહ્યારાકેશ શર્માએ 3 એપ્રિલ, 1984ના રોજ ISRO અને સોવિયેત સંઘ (હવે રશિયા)ના સંયુક્ત મિશન હેઠળ સોયુઝ T-11થી અવકાશ યાત્રા શરૂ કરી હતી. તેણે અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ વિતાવ્યા. અવકાશમાંથી Soyuz T-11 ના ક્રૂ સાથે સંયુક્ત પરિષદ દ્વારા, દેશે પ્રથમ વખત અવકાશમાં તેના નાગરિકો સાથે વાત કરી. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછ્યું હતું કે અંતરિક્ષમાંથી ભારત કેવું દેખાય છે? તેણે હિન્દીમાં જવાબ આપ્યો હતો કે સારે જહાં સે અચ્છા._____________________________સોવિયેત યુનિયનના હીરો એવોર્ડથી સન્માનિતઅવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માએ ફરી જેટ પાઈલટ તરીકે જીવન શરૂ કર્યું. તેણે જગુઆર જેવા ફાઈટર પ્લેન ઉડાવ્યા. રાકેશ શર્માને હીરો ઓફ ધ સોવિયત યુનિયનનો એવોર્ડ પણ મળ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે. આ સાથે તેમને અશોક ચક્ર પણ એનાયત કરવામાં આવ્યા છે._____________________________