એક તરફ દેશી દારૂ સામે પોલીસની ઝુંબેશ, બીજી તરફ હજુ પણ છૂટથી દારૂ વેચાતો અને પીવાતો હોવાની વાસ્તવિકતાhttps://youtube.com/shorts/3JXkPJMCjrk?feature=shareમોરબી : મોરબીમાં એક શખ્સે પોલીસની ચેકપોસ્ટ પાસેનીની પારીએ બેસીને દેશી દારૂની પોટલી લહેવારી પોલીસને પડકાર ફેંક્યો છે. એક તરફ હાલ દેશી દારૂ વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. બીજી તરફ હજુ પણ છૂટથી દારૂ વેચાઇ અને પીવાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. મોરબી તાલુકા પોલીસની રફાળેશ્વર ચેક પોસ્ટ ઉપર આજે દારૂ ઢીંચીને એક શખ્સ પારીએ બેઠો હતો. ત્યારે જાગૃત નાગરિકે આ શખ્સનો વિડીયો ઉતાર્યો ત્યારે શખ્સ ફિલ્મી હીરોની જેમ દારૂની પોટલી લહેરાવવા લાગ્યો હતો. જો કે આ શખ્સ જાણે ગુજરાતમાં દારૂની છૂટ હોય તેમ બિન્દાસ્ત પોટલી દેખાડી રહ્યો હતો. એક તરફ એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ દેશી દારૂ વેચનારાઓ સામે તવાઈ બોલાવી રહી છે. તો બીજી તરફ હજુ પણ અનેક વિસ્તારોમાં છૂટથી દારૂ બેફામ રીતે વેચાય રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે. પોલીસ દ્વારા હવે આકરા પગલાં લેવામાં આવે તેવી સભ્ય સમાજ માંગણી કરી રહ્યો છે.