મોરબી : Environment education programs (EEP) 2024-25 અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે સ્ટેટ લેવલના ઇકો ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ 21 જિલ્લાની પસંદગી કરાઈ હતી. જેમાં મોરબી જિલ્લાની બહુચર વિદ્યાલય મિતાણા હાઈસ્કૂલની પસંદગી થતા શાળા, મિતાણા અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કર્મચારી ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી તથા આચાર્ય પ્રવીણચંદ્ર બી. વાટકિયાના માર્ગદર્શનથી તૈયાર કરેલી કૃતિ અને પર્યાવરણ સંરક્ષણની સુંદર કામગીરીને IFS અધિકારીએ બિરદાવી હતી.