મોરબી : જેપુર સોશિયલ ગ્રુપ મોરબીનું વાર્ષિક ફંક્શન તાજેતરમાં સરસ્વતી ફાર્મ રવાપર-ઘૂનડા રોડ, મોરબી ખાતે યોજાયું હતુ. જેમાં બાળકોમાં રહેલી કળા અને સિદ્ધિને ઉજાગર કરવા માટે વકૃત્વ સ્પર્ધા કે અન્ય વિશિષ્ટ કામગીરી માટે પ્રમાણપત્ર તેમજ ધો. 1 થી 7 અને ધો. 10 તથા 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે સમૂહ ભોજન લઈ કાર્યક્રમ પ્રૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન મીનાબેન કાવઠિયા, નિતાબેન કાવઠિયા, પ્રણામીબેન સાણજા તથા દર્શિતાબેન શેરસિયાએ કર્યું હતું.