મોરબી : સરદારધામ-અમદાવાદ અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા સંચાલિત મોરબીની પાટીદાર કરીઅર એકેડેમીની વિદ્યાર્થીનીએ પોલીસ ભરતીની શારીરિક કસોટી પાસ કરી છે.હાલ PSI/LRD માટે શારીરિક કસોટી લેવાઈ રહી છે. જેમાં મોરબીની પાટીદાર કરીઅર એકેડેમીની હસ્તી સુરાણી સહીત 2 વિદ્યાર્થીનીએ શારીરિક કસોટી પાસ કરી છે. આ વિદ્યાર્થીનીઓને સતીશભાઈ પટેલ, પ્રવીણભાઈ ગોધાણી અને પ્રકાશભાઈ ભાડજાએ તાલીમ આપી હતી. આ તકે પાટીદાર કરીઅર એકેડેમીના કો-ઓર્ડીનેટર શીતલબેન અદ્રોજા અને ચેરમેન એ. કે. પટેલ દ્વારા અભિનંદન પાઠવાયા છે.