બેફામ કાર ચલાવતા ટપારવા જતા સ્થાનિકો સાથે મારામારી કરી, બાદમાં ત્યાંથી ભાગી પોતાની કારનો અકસ્માત સર્જ્યો : કારમાંથી દારૂના ચપલા પણ મળ્યાહળવદ : હળવદના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તેને સ્થાનિક લોકો સાથે મારામારી કરી પોતાની કારનો અકસ્માત પણ સર્જ્યો હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાણેકપર ગામે એક શખ્સ દારૂ ઢીચી શેરીમાં બેફામ રીતે કાર ચલાવતો હોય, સ્થાનિક લોકોએ બેફામ રીતે કાર ચલાવવાની ના પાડતા તેને ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં લોકોએ પોલીસ બોલાવતા આ શખ્સ ગોલાસણ તરફ કાર લઈને ભાગી ગયો હોય જ્યાં તેની કારનો અકસ્માત સર્જાયો હતો. આ શખ્સનું નામ જયેશ દિનેશભાઇ ડાભી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં પોલીસને કારમાંથી ત્રણ ઇંગલિશ દારૂના ચપલા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.