મોરબી : મોરબી પાંજરાપોળ દ્વારા જીવદયા પ્રેમીઓને અપીલ કરવામાં આવી છે કે મોરબી પાંજરાપોળમાં અંધ, અપંગ, નિરાધાર, પશુ નિભાવતી જીવદયાનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોરબી પાંજરાપોળમાં ૫૩૨૦ પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. આ પશુઓ ને નિભાવવા માટે કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપીને મકરસંક્રાંતિ પર વિશેષ પુણ્યનું ભાથું બાંધવા અપીલ કરવામાં આવે છે. મોરબી શહેરમાં જુદી-જુદી જગ્યાએ કુલ ૩૮ સ્ટોલ રાખવામાં આવેલ છે. તો આ સ્ટોલ પર દાન આપીને પુણ્યનું ભાથું બાંધીને ભાગ્યશાળી બનશો. મોરબીની સ્થાનિક પાંજરાપોળ મોરબીની જ ધર્મ પ્રેમી જનતા પાસેથી દાન મેળવી વહીવટ કરે છે. બીજા શહેરમાં ફાળો કે દાન લેવા જતા નથી તે ધ્યાનમાં લહીને સ્થાનિક પાંજળાપોળ ને સહકાર આપવા મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયુ છે.