ટંકારા : ટંકારાના બંગાવડી ગામે આવતીકાલ તારીખ 13/1/2025ને સોમવારે રાત્રે 9:00 કલાકે સુર શ્યામ કાનગોપીનું આયોજન કરવામાં આવ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રી ગૌ ગંગા ગૌ સેવા મંડળ દ્વારા ગાયોના લાભાર્થે બંગાવડી ગામે સુર શ્યામ કાનગોપી (જગાભાઈ - ટીકરવાળા)નું આયોજન કરાયું હોય જેનો સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.