મોરબી : મોરબીમાં સતધામ વિદ્યામંદિર દ્વારા રામેશ્વર ફાર્મ ખાતે ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા દરમિયાન મોરબી સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં કથાના યજમાન, આનંદભાઈ અઘારા, જય પ્રકાશભાઈ બાવરવા જયંતીભાઈ પડસુંબિયા અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.