મોરબી : મોરબી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કર, પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસર અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ નગર દરવાજા ખાતે આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે નાના બાળકોને પતંગનું વિતરણ કર્યું હતું.