મર્સીડીઝ મોખરે, શહેર -જિલ્લામાં 50 લાખની વધુની 38 કારોનું વેચાણ : વર્ષ 2024માં 22,200 મોટર સાયકલ અને 9343 ફોર વ્હીલ સહિત 39,287 વાહનોનું વેચાણ મોરબી : સીરામીક નગરીમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કારનો જબરો ટ્રેન્ડ છે ત્યારે વર્ષ 2024માં મોરબી શહેર અને જિલ્લામાં શોખીનોએ 50લાખથી વધુ કિંમતની 38 ગાડીઓ છોડાવી હતી. જિલ્લામાં વીતેલા વર્ષમાં કુલ 22,200 મોટર સાયકલ અને 9343 ફોર વ્હીલ સહિત 39,287 વાહનોનું વેચાણ થયું હતું અને મોરબી આરટીઓ કચેરીને એક વર્ષમાં ફેન્સી નંબર અને વાહન ટેક્સ તેમજ દંડ થકી 125 કરોડથી વધુની આવક થઇ હતી.મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ વર્ષ 2025માં મોરબીમાં 13 મર્સીડીઝ બેન્ઝ, 9 બીએમડબ્લ્યુ, 5 સ્ક્વોડા, 4 ટોયોટો, 3 વોલ્વો તેમજ ઓડી, જેગુઆર, પોર્સ અને કિયા સહિત 50 લાખથી વધુ કિંમતની 38 લક્ઝુરિયસ ગાડીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ ફેન્સી નંબર માટે કરવામાં આવેલ ઓનલાઇન હરરાજીમાં વર્ષ દરમિયાન કુલ મળી રૂપિયા 5,44,18,000ની આવક થઇ હતી. સાથે જ આરટીઓ કચેરીએ 6239 વાહનને મેમો, દંડ ફટકારી રૂપિયા 5,24,39,423ની આવક થઇ હતી કુલ મળી જિલ્લામાં વર્ષ 2024માં 125.54 કરોડની આવક નોંધાઈ હોવાનું તેમને જણાવ્યું હતું.___________________________વર્ષ 2024માં મોટર સાયકલ માટે ટોપટેન બોલી GJ36AM0001 - 1,24,000GJ36AN0001 - 90,000GJ36AN0007 - 39,000GJ36AN0047 - 39,000GJ36AN0333 - 26,000GJ36AN0005 - 25,000GJ36AN0004 - 23,500GJ36AN0111 - 21,000GJ36AN0013 - 19,000GJ36AN0012 - 16,000 ___________________________વર્ષ 2024માં મોટર કાર માટે ટોપટેન બોલી GJ36AL0099 - 1,41,000GJ36AL4444 - 1,10,000GJ36AL8888 - 90,000GJ36AP7777 - 73,000GJ36AL9099 - 71,000GJ36AL8181 - 63,000GJ36AP0555 - 46,000GJ36AP0001 - 41,000GJ36AP9009 - 40,000GJ36AP9990 - 40,000___________________________જિલ્લામાં એક વર્ષમાં 39287 વાહનોનું વેચાણ મોટર સાયકલ - 22,200મોટર કાર - 9343એગ્રિકલચર ટ્રેકટર - 2304કન્સ્ટ્રક્સન વાહનો - 298માલવાહક વાહનો - 1790ડમ્પર - 187ઈ રીક્ષા - 94થ્રિ વીલ વાહન - 1981બસ - 35એમ્બ્યુલન્સ - 7અન્ય વાહન - 1048___________________________