જમીન, મકાન, મિલકતો કે પ્લોટ કે અન્ય કોઈ મિલકતને લઈને અન્યાય થયો હોય, તેઓએ કાનૂની સલાહ લેવા નોંધણી કરાવવા અપીલ મોરબી : મોરબીના પાટીદારોને કાનૂની સલાહની જરૂર હોય તો આવતીકાલે રવિવારે ગુજરાત હાઈકોર્ટના વકીલ અશ્વિનભાઈ પટેલ મોરબી મુકામે હાજર રહેવાના છે. જેની પાસેથી કાનૂની સલાહનો લાભ લેવા અપીલ કરાઈ છે.પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઇ પનારાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં રહેતા કોઈપણ પાટીદારોની જમીન, મકાન, મિલકતો કે પ્લોટ કોઈ વ્યાજખોરોએ ધાકધમકી આપીને પચાવી પાડ્યા હોય અથવા પરાણે સોદાખત કે દસ્તાવેજ કરાવી લીધા હોય એવા પીડિત પાટીદારોને ન્યાય અપાવવા માટે પાટીદાર યુવા સેવા સંઘના પ્રયત્નથી મફત કાનૂની મદદ આપવા માટે ગુજરાત હાઈકોર્ટના વકીલ અશ્વિનભાઈ પટેલ મોરબી મુકામે મોરબી જિલ્લા કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિની ઓફિસે આવતા રવિવારે 12/1/2025 ના રોજ બપોરે 1 વાગ્યે આવી રહ્યા છે તો તમામ પીડિત પાટીદારો એ પોતાના કેસના કાગળ કે નોટિસો સાથે હાજર રહેવું.ચેક રિટર્નના કેસમાં સજા પડી હોય અથવા ભાગતા ફરતા હોય કે ચેક રિટર્નના કેસમાં ગુજરાત હાઈકોર્ટના વકીલની મફત કાનૂની સલાહ લેવી હોય એવા લોકો પણ અવશ્ય પધારજો. ગુજરાત હાઈકોર્ટના વકીલની રૂબરૂ મુલાકાત લેવા માટે અગાઉ નામ નોંધણી કરાવવી ફરજિયાત છે માટે મનોજ ભાઈ પનારાના મોબાઈલ નંબર 9825523490 ઉપર ફોન કરીને નામ નોંધાવવી દેવા.ઓફિસ સ્થળ મોરબી જિલ્લા કડવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ઓફીસ,લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સમયના ગેટ પાસે, મોમ્સ રેસ્ટોરન્ટની બાજુમાં, દેવદિપ મોટર્સની બાજુમાં રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.