હળવદ : તારીખ 9 જાન્યુઆરીના રોજ હળવદના ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું. જેમાં રણમલપુરની RMSA સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ખો-ખો અને ચેસની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પસંદગી પામ્યા છે.રણમલપુરની RMSA સરકારી માધ્યમિક શાળાની ખો-ખોની બે ટીમોએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં અંડર-1 ભાઈઓની ટીમ, અંડર-1 બહેનોની ટીમ અને ચેસમાં શાળાના વિદ્યાર્થી ઉમંગ ખટાણાએ ભાગ લીધો હતો. જેમાં બહેનોની ખો-ખોની ટીમ ફાઈનલમાં પહોંચી હતી જો કે ફાઈનલમાં હાર મળતા રનર્સ અપ રહી હતી જેથી હવે બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ રમવા જશે. ખો-ખો ભાઈઓની ટીમ પણ તાલુક કક્ષાએ ત્રીજા નંબરે રહી હતી. જ્યારે ચેસમાં ઉમંગ ખટાણાએ સારો દેખાવ કરતાં જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે. આ તમામ ટીમોને સંપૂર્ણ માર્ગદર્શન શિક શક્તિભાઈ વરસડાએ આપ્યું હતું. શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.