યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વકીલોને અનુરોધમોરબી : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી ડો.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાકીય સહાય યોજના (સ્ટાઇપેન્ડ)માં મોરબી જિલ્લાના કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે. તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સિનિયર વકીલને માસિક 500/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામાં આવે છે. વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી જુનિયર વકીલને પ્રથમ વર્ષેઃ માસિક ₹. 1000/-, બીજા વર્ષેઃ માસિક ₹. 800/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹ 600/- આપવામાં આવે છે.આ યોજનાનો લાભ મેળવવા માટે (1) ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. (2) સિનિયર વકીલ ઓછામાં ઓછા 10 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ. (3) આ યોજનામાં આવકમર્યાદા નથી. (4) સિનિયર વકીલ વધુમા વધુ પાંચ જુનિયર વકીલોને તાલીમ માટે રાખી શકશે. (5) વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે. (6) યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે. સદરહું યોજનાની અરજી esamajkalyan.gujarat.gov.in પર જરૂરી આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.જરૂરી સાધનિક કાગળોમાં (1) જુનિયર વકીલનું આધાર કાર્ડ, (2) જુનિયર વકીલનો જાતિનો દાખલો, (3) જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, (4) થર્ડ યર એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ, (5) જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, (6) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક), (7) જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, (8) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું), (9) સિનિયર વકીલનું આધાર કાર્ડ, (10) સિનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, (11) સિનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, (12) સિનિયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે અંગે જે તે સિનિયરનું પ્રમાણપત્ર, (13) સિનિયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સિનિયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક, (14) સિનિયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક, (15) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (સિનિયર વકીલના નામનું) જેવા જરૂરી કાગળો સાથે રાખવાના રહેશે.