મોરબી : મોરબીના રમેશભાઈ રબારીએ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને લેખિત રજૂઆત કરીને કંડલા-નવલખી બંદર 13 કિલોમીટરનો સમુદ્ર સેતુ બનાવવા રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મેઈન પોર્ટ કંડલા થી સમુદ્ર માર્ગ મોરબી જિલ્લા નવલખી બંદર રોડ હાઇવેથી 100 કિલોમીટર વધારે થાય છે. જો કંડલા-નવલખી સમુદ્ર સેતુ બનાવવામાં આવે તો આ અંતર ઘટી શકે તેમ છે. જેનાથી ટ્રક, ટેન્કર, ટ્રેલર સહિતના વાહન ચાલકોને થઈ શકે છે. ડિઝલનો પણ બચાવ થઈ શકે છે. જો આ સમુદ્ર સેતુ બનશે તો કચ્છ અને મોરબી જિલ્લાના વિકાસના દ્વાર ખુલશે. તેથી કંડલા-નવલખી બંદર સુધી 13 કિમીનો સમુદ્ર સેતુ બનાવવામાં આવે તેવી રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.