મોરબી : રાજ્ય સરકાર દ્વારા એક સાથે 36 મામલતદારની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. જેમાં હળવદ અને માળિયા (મિયાણા)માં નવા મામલતદાર મૂકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના મામલતદાર અલ્કેશકુમાર પ્રફુલચંદ્ર ભટ્ટની હળવદ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પાટણના ચૂંટણી મામલતદાર હરગોવનભાઈ છગનભાઈ પરમારની માળિયા (મિયાણા) મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.